PM Kisan e-KYC | PM કિસાન સન્માન નિધિના હપ્તા લેવા E-KYC અને આધાર સીડિંગ ફરજિયાત, જાણી લો લિંક કરવાની રીત

PM Kisan e-KYC 2023 : પ્રધાનમંત્રી કિસામ સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા ઈ કેવાયસી અને આધાર સીડીંગ કરાવવું ફરિયાત કરાયું છે. PM કિસાન સન્માન નિધિનો 2 હજારના હપ્તા માટે ખેડુતોએ E-KYC અને આધાર લિંક કરાવવો પડશે. જેને લઈ એક અખબારી યાદી પણ પ્રસિદ્ધ કરાઈ છે જેમાં જણાવ્યું છે કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલ લાભાર્થીઓ માટે આગામી એપ્રિલથી જુલાઈના સમયગાળા માટે 14મા હપ્તાની ચુકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી ચાલુ કરેલ છે.

PM Kisan e-KYC | PM કિસાન સન્માન નિધિ

બાકી હોય તે તમામ લાભાર્થીઓને સત્વરે પૂર્ણ કરે

અખબારી યાદીમાં જણાવાયું છે કે, પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા ભારત સરકારે લાભાર્થીઓનું ઈ કેવાસી તથા બેન્ક ખાતાનું આધાર સીડિંગ ફરજિયાત કરવામાં આવેલ છે. જેમાં વધુમાં જણાવ્યું છે કે, આ માટે જે લાભાર્થીઓએ અત્યાર સુધી ઈ કેવાયસી તથા બેન્ક ખાતાનું આધાર સીડીંગ કરાવેલ બાકી હોય તે તમામ લાભાર્થીઓને સત્વરે પૂર્ણ કરવું.

ઈ-કેવાયસી જુદી-જુદી 4 પધ્ધતિથી કરાવી શકાય છે.

1. જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક છે, તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા મોબાઇલ પર OTP મોડ દ્વારા “e-KYC” ખુબ જ સરળતાથી કરી શકશે.

2. નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર લાભાર્થી રૂ.15 ચાર્જ ચુકવીને બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા “e-KYC” કરાવી શકે છે.

૩. ગામના “ઇ-ગ્રામ” કેન્દ્ર ખાતે લાભાર્થી રૂ.15 ચાર્જ ચુકવીને વીસીઇ મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા “e-KYC” કરાવી શકે છે.

4. આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લીંક ન હોય તો ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંક ની મદદથી મોબાઇલ નંબર લીંક કરાવી મોબાઇલ પર OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર “e-KYC”. કરી શકાય છે.

આધાર સીડીંગ | PM Kisan e-KYC

1. “e-KYC” ઉપરાંત લાભાર્થીએ જો પોતાનું લાભાન્વિત બેન્ક ખાતું આધાર સીડીંગ કરાવેલ ન હોય તો તેવા લાભાર્થીઓએ તેના લાભાન્વિત બેન્ક ખાતામાં આધાર સીડીંગ કરાવવા માટે લાભાર્થીએ બેન્કમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ કરાવી લેવું.

2. ગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ સાથેનું નવું ખાતુ ખોલાવી લેવું.

લાભાર્થીઓએ ઇ-કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડીંગ ૩૦મી એપ્રીલ પહેલા અવશ્ય પુર્ણ કરાવી લેવુ.

PM Kisan e-KYC Link

Direct PM Kisan e-KYC  Link
Official Website Link 
PMKISAN Mobile App Download
New Registration Click Here
Edit Aadhaar Failure Records Click Here
Beneficiary List Click Here

PM Kisan 13th installment Date Announced 2023 @Pmkisan.gov.in

Leave a comment