લેપટોપ લોન સહાય યોજના – Laptop Loan Sahay Yojana Gujarat 2023

Laptop Loan Sahay Yojana Gujarat, લેપટોપ લોન સહાય યોજના ગુજરાત, લેપટોપ લોન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરો.

મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ઘણી નવી નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા “લેપટોપ લૉન સહાય યોજના” શરૂ કરવામાં આવેલી છે. આવી જ ઘણી બધી યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવે છે. મિત્રો, આજે આ પોસ્ટમાં આપણે લેપટોપ લોન સહાય યોજના વિશે માહિતી મેળવીશું.

Laptop Loan Sahay Yojana | લેપટોપ લોન સહાય યોજના ગુજરાત, ઓનલાઈન અરજી કરો

આજના સમયમાં લેપટોપ , મોબાઈલ, કમ્પ્યૂટર નો ઉપયોગ વધી રહ્યો છે. દરેક જગ્યાએ કમ્પ્યૂટર અને લેપટોપ નો ઉપયોગ લગભગ થઈ રહ્યો છે. લેપટોપનો ઉપયોગ વધુ થાય છે કારણ કે તે સાથે લઈને ફરી શકાય છે. તમે ગમે તે સ્થળે તમારું કામ કરી શકો છો. આ ડીઝીટલ યુગમાં કમ્પ્યૂટર અને લેપટોપનો ઉપયોગ વધી રહ્યો છે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના શરૂ કરવામાં આવી છે.

લેપટોપ લોન સહાય યોજના માટેની જરૂરી માહિતી જેવી કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે?  લેપટોપ લોન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ ? લેપટોપ લોન સહાય યોજનામાં કેટલી લોન મળશે? આ બધા પ્રશ્નોની માહિતી આ પોસ્ટમાં મળશે.

Laptop Loan Sahay Yojana | લેપટોપ લૉન સહાય યોજના માટેની પાત્રતા 

 • અરજદાર આદિજાતિજો છે તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
 • આ યોજના માટે ઉંમર મર્યાદા – અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને 55 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં.
 • લેપટોપ લૉન સહાય યોજનામાં અરજી કરનાર ઉમેદવાર ગુજરાતનો હોવો જોઈએ.
 • લેપટોપ લૉન સહાય યોજનાનો લાભ લેનાર ઉમેદવારની વાર્ષિક આવક 120000/- થી વધારે હોવી જોઈએ નહીં. શહેરી વિસ્તાર માટે 150000/- રૂપિયાથી વધારે હોવી જોઈએ નહીં.
 • મિત્રો  આ યોજનાનો લાભ લેવો હોય તો તે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • લેપટોપ લૉન સહાય યોજનાના લાભાર્થી પાસે કમ્પ્યૂટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર હોવુ જોઈએ.
 • કમ્પ્યૂટર વેચાણના સ્ટોરમાં / કંપનીમાં / શોપિંગ મોલ / દુકાનમાં કામ કર્યાનું પ્રમાણપત્ર હોવુ જોઈએ.

Laptop Loan Sahay Yojana | લેપટોપ લૉન સહાય યોજનાના લાભ

આદિજાતિના લોકોને વિવિધ યોજનાના લાભ આપવામાં આવે છે. લેપટોપ ખરીદવા માટે 150000/- રૂપિયાની લૉન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધીરણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો રહેશે.

Laptop Loan Sahay Yojana | લૉન પરત કરવાનો સમયગાળો

 • અરજદારે આ લૉન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે રકમ ચુકવવાની રહેશે.
 • જો અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લૉન ચુકવવાની મુદત પહેલા લૉન ચૂકવી શકશે.
 • જો અરજદાર લૉન ચુકવવાની મુદત કરતા વધારે સમય લેશે તો તેને 2% દંડનીય વ્યાજ સાથે ચુકવણી કરવી પડશે.
 • અરજદારે નક્કી કરેલ દરેક શરતોનું પાલન કરવાનું રહેશે.

Laptop Loan Sahay Yojana | લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

 • અરજદારની આધાર કાર્ડ
 • અરજદારનું રેશન કાર્ડ
 • અરજદારનું જાતિ પ્રમાણપત્ર
 • આવકનો દાખલો
 • કમ્પ્યુટરના કોર્ષનું પ્રમાણપત્ર
 • કામ કર્યાનું અનુભવ સર્ટિફિકેટ
 • અરજદારની બેન્ક ખાતાની પાસબુક
 • જમીનદાર 1 નું મિલકતનું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
 • જમીનદાર 2 નું મિલકતનું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
 • અરજદારને ધંધા માટે કોઈ દુકાન હોય તો તેના આધાર પુરાવા અથવા ભાડે દુકાન હોય તો તેનો ભાડા કરાર
 • બંને જામીનદારો એ 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામું

Laptop Loan Sahay Yojana Official Website – click here

CISF Recruitment | ધોરણ : 12 પાસ ઉપર આવી ભરતી કોન્સ્ટેબલ, ડ્રાઈવર ની 451 જગ્યાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *