Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023, ઓનલાઇન ફોર્મ ભરો

Manav Kalyan Yojana 2023: નવી યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજા૨ના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in ૫૨ તા. ૧-૦૪-૨૦૨૩ થી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Manav Kalyan Yojana 2023

યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના 2023
નાણાંકીય સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં
વેબસાઈટ e-kutir.gujarat.gov.in
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
ઊંમર મર્યાદા ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
વિભાગનું નામ કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ

માનવ કલ્યાણ યોજના 2023

આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને (Manav Kalyan Yojana 2023) શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.

યોજનાની પાત્રતા

  • ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

મળવા પાત્ર ટૂલકીટસના નામ

ક્રમ નં ટુલકીટ્સનું નામ
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચી કામ
ભરત કામ
દરજી કામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લ્બર
૧૦ બ્યુટી પાર્લર
૧૧ ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
૧ર ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩ સુથારી કામ
૧૪ ધોબી કામ
૧પ સાવરણી સુપડા બનાવનાર
૧૬ દુધ-દહીં વેચનાર
૧૭ માછલી વેચનાર
૧૮ પાપડ બનાવટ
૧૯ અથાણાં બનાવટ
ર૦ ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
૨૧ પંચર કીટ
૨૨ ફલોરમીલ
૨૩ મસાલા મીલ
૨૪ રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
૨૫ મોબાઇલ રીપેરીંગ
૨૬ પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
૨૭ હેર કટીંગ (વાળંદ કામ)

માનવ કલ્યાણ યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો

માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવા માટે, અરજદાર પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે:

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
  • અરજદારના જાતી નો દાખલો
  • વાર્ષિક આવકનો દાખલો
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું

માનવ કલ્યાણ યોજના 2023 માટે કેવી રીતે અરજી કરવી

Manav Kalyan Yojana 2023 માટે અરજી કરવા માટે, નીચેના પગલાંઓ અનુસરો

  • Step 1 : સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • Step 2 : ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  • Step 3 : રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.
  • Step 4 : લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.
  • Step 5 : બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.

નોધ: દરેક યોજના અને ભરતી ની માહિતી સૌ પહેલા મેળવવા માટે ઘંટી ( Bell icon) ના પર ક્લિક કરી Allow પર ક્લિક કરો અને વ્હોટ્સપ ગ્રુપ મા જોડાઇ જાઓ.

અરજી કરવા માટે જરૂરી લિંક Manav Kalyan Yojana

માનવ કલ્યાણ યોજના નોટિફિકેશન અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline) અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online) અહીં ક્લિક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
Manav Kalyan Yojana 2023 – ટુલકીટ્સ અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજનાનો 2023 ઠરાવ – તા: ૧૨-૧-૨૦૧૬ અહીં ક્લિક કરો

DPCD Recruitment 2023: છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયમાં ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી 740 જગ્યા પર ભરતી

Leave a comment